હળવાશો આ ભારે ભારે…!

હળવાશે,

હળવાશે ખરતી આ ફૂલ પાંદડીઓ!
જુએ સહુ, આનંદે સહુ:
ભારે, ભારે ઊઠતા એના ચિત્કાર!
જુએ કોઇ? સાંભળે કોઇ?

છુપા સંજોગોની ઘંટીમાં

દળાતી અસહાયતા..!
હાહાકાર કરે હૈયે;
ઊફ એકેય એ કરે ના;
કોમળ કરાંગુલીઓ કોઇ પ્રસારી શકે ના?

ઘોઘરો દાબતી દેખાય દાનવતા!
ધીમા શ્વાસે રુંધાય આ માનવતા ;
કોઇ ટંકાર કરે જરા ના;
કોઇ સંભાળ કરે જરા ના.

માનવી ઘણું બધુયે થયો,
માનવ થવાનું ભૂલી ગયો!
વાહ, વાહ કરું?
વેદનાઓ વીણું?
શું કરું? શું ના કરું?
ભારે, ભારે બધા આ ભારો;
હળવાશે, હળવાશે શાને લીધા?

2 Responses to “હળવાશો આ ભારે ભારે…!”

 1. himatshah says:

  માનવી ઘણુ બધુ યે થયો,
  માનવ થવાનું ભૂલી ગયો!

 2. ઘોઘરો દાબતી દેખાય દાનવતા!
  ધીમા શ્વાસે રુંધાય માનવતાઆ ;
  કોઇ ટંકાર કરે જરા ના;
  કોઇ સંભાળ કરે જરા ના.

  બહુ સુંદર ભાવ.

Leave a Reply